Institute News

દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

Community wide · 10 Nov 2026

દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

પ્રિય જ્ઞાતિજનો, કારોબારી સમિતિના સભ્યો તેમજ તમામ પરજીયા પટ્ટણી સોની સંસ્થાઓના પ્રતિનિધિ મંડળ,

આપ સૌને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન.

પટ્ટણી વર્લ્ડ ના ડિજિટલ માધ્યમ દ્વારા દેશ-વિદેશમાં વસતા જ્ઞાતિજનો સુધી આપણા સમાજની વિવિધ ગતિવિધિઓ, સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને સામાજિક સમાચારો પહોંચાડવાનો હું સતત નમ્ર પ્રયાસ કરું છું.

આ કાર્ય દરમિયાન અજાણતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ સૌ તેને ક્ષમ્ય ગણી, હંમેશાં જે રીતે આપનો સહકાર, સ્નેહ અને પ્રોત્સાહન આપતા રહ્યા છો, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું.

આ નૂતન વર્ષથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.

પટ્ટણી વર્લ્ડની વેબસાઇટ પર પ્રકાશિત થતી તમામ માહિતી અને સમાજની વિવિધ ગતિવિધિઓને એકત્રિત કરીને દર મહિને “પટ્ટણી વર્લ્ડ ડિજિટલ ન્યૂઝ” સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવશે.

આપ સૌ સંસ્થાના પ્રતિનિધિઓને ખાસ નમ્ર વિનંતી છે કે આપની સંસ્થાની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી, ફોટોગ્રાફ્સ અને સમાચારો વધુમાં વધુ અમારી સાથે શેર કરતા રહો, જેથી વિશ્વભરમાં વસતા જ્ઞાતિજનો સુધી આપણા સમાજની સકારાત્મક પ્રવૃત્તિઓ પહોંચાડી શકાય.

આપ સૌના સહકાર અને સાથથી પટ્ટણી વર્લ્ડને વધુ સશક્ત અને સમાજને વધુ નજીક લાવવાનો અમારો પ્રયાસ સતત આગળ વધતો રહેશે.

જય જ્ઞાતિમૈયા! 🙏

સ્નેહપૂર્વક,

હિરેન વાયા
એડમિન – પટ્ટણી વર્લ્ડ
નૈરોબી

More Institute News