In Dwarka, the Parjiya Soni family–managed 4-star hotel **“VITS – Devbhumi Dwarka”** has once again created a new milestone by winning the **Best Tourism Award**.
દ્વારકા ખાતે પરજીયા સોની પરિવાર સંચાલિત 4-સ્ટાર હોટલ “VITS – દેવભૂમિ દ્વારકા” એ ફરી એકવાર બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ મેળવી નવો વિક્રમ સર્જ્યો છે.
**A Moment of Pride for the Halar Parjiya Soni Community** In Dwarka, the Parjiya Soni family–managed 4-star hotel **“VITS – Devbhumi Dwarka”** has once again created a new milestone by winning the **Best Tourism Award**. After voting and surveys conducted by the **Gujarat Tourism Department**, **VITS – Devbhumi Dwarka** was selected from among various hotels across the state and received **Best Hotel Awards in three different categories**. On behalf of the Gujarat Government, these awards were presented by **IFFCO Chairman Shri Dilipbhai Sanghani** to the young entrepreneurs and directors of VITS – Devbhumi Dwarka: **Shri Punit Narendra Bhai Dhakan, Shri Mehul Narendra Bhai Dhakan, Shri Manoj Bhagwanjibhai Ghaghda, and Shri Raj Amubhai Ghaghda**. Hotel VITS – Devbhumi Dwarka has been continuously achieving new heights of success for the past five years and is providing leading hospitality services in the state of Gujarat. **Awards received for the year 2025:** 🏆 Best Restaurant in Dwarka 🏆 Best Traditional Restaurant in Dwarka 🏆 Best Business Hotel in Dwarka As Dwarka continues to set new benchmarks in the tourism sector, the entire **Halar Parjiya Patni Soni community** takes immense pride in this honor achieved by our young entrepreneurs and extends heartfelt congratulations, along with best wishes for achieving even greater recognition and many more prestigious awards in the future.
હાલાર પરજીયા સોની સમાજ માટે ગૌરવની ક્ષણ દ્વારકા ખાતે પરજીયા સોની પરિવાર સંચાલિત 4-સ્ટાર હોટલ “VITS – દેવભૂમિ દ્વારકા” એ ફરી એકવાર બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ મેળવી નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરાયેલા વોટિંગ અને સર્વે બાદ રાજ્યની વિવિધ હોટલોમાંથી “VITS – દેવભૂમિ દ્વારકા” ને ત્રણ અલગ-अलग કેટેગરીમાં બેસ્ટ હોટલ એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકાર તરફથી IFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે આ એવોર્ડ્સ VITS – દેવભૂમિ દ્વારકા ના યુવા સાહસિક અને ડિરેક્ટરો શ્રી પુનીત નરેન્દ્રભાઈ ધકાણ, શ્રી મેહુલ નરેન્દ્રભાઈ ધકાણ, શ્રી મનોજ ભગવાનજીભાઈ ઘઘડા તથા શ્રી રાજ અમુભાઈ ઘઘડા ને એનાયત કરવામાં આવ્યા. હોટેલ VITS દેવભૂમિ દ્વારકા છેલ્લા પાંચ વર્ષથી સતત સફળતાના શિખરો સર કરી રહી છે અને ગુજરાત રાજ્યમાં અગ્રેસર સેવા પ્રદાન કરી રહી છે. વર્ષ 2025 માટે પ્રાપ્ત એવોર્ડ્સ: 🏆 Best Restaurant in Dwarka 🏆 Best Traditional Restaurant in Dwarka 🏆 Best Business Hotel in Dwarka દ્વારકા ટુરિઝમ ક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યું છે ત્યારે આપણા યુવા સાહસિકો દ્વારા પ્રાપ્ત થયેલા આ સન્માન બદલ સમગ્ર હાલાર પરજીયા પટણી સોની સમાજ ગૌરવ અનુભવે છે અને ભવિષ્યમાં હજી વધુ નામના અને ઉત્તમ એવોર્ડ્સ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ સાથે હાર્દિક અભિનંદન પાઠવે છે.
