Pattni Word Shrdhanjali 2025
પટ્ટણી વર્લ્ડ શ્રધાંજલિ 2025
Enter Description
*2025ની ડાયરીનું છેલ્લું અને શ્રેષ્ઠ પાનું...*❤️ પ્રિય જ્ઞાતિબંધુઓ 2025ના આ અંતિમ પડાવ પર ઊભા રહીને જ્યારે પાછું વળીને જોઈએ છીએ, 😊 ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું છે...😊 જેમાં કેટલાક વહાલા સંબંધો કિનારે છૂટી ગયા (🙏શ્રધાંજલિ🙏), તો કેટલાક અજાણ્યા ચહેરાઓ હૃદયના ધબકાર બની ગયા.💫 ક્યારેક ખાલી ખિસ્સાએ રાતની ઊંઘ છીનવી લીધી હશે, તો કયારેક નાની સફળતાએ આખા પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું હશે.🍀 પણ યાદ રાખજો, જે દૂખી દિવસોએ તમને રડાવ્યા છે, એ જ દિવસોએ તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા છે...🌹 વર્ષ બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઈતિહાસ રચાય છે. 💥 જે ખોયું એને કુદરતની મરજી માનીને સ્વીકારી લો અને જે બાકી છે એને જીતવાની નવી જીદ સાથે 2026ના આંગણે ડગલું માંડો. 🎪 દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી, બસ તમારી અંદરનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા નસીબના સોનેરી પાના લખાવવાના હજી બાકી છે.... -*💞 *Bye 2025* ❤️ *Welcome 2026*❤️ 🙏જય જ્ઞાતિ મૈયા🙏 🙏જય માતાજી 🙏 હીરેન વાયા પટ્ટણી વર્લ્ડ એડમિન નૈરોબી
