Institute News

'શ્રી દેવી ભાગવત મહાપુરાણ' કથા ના આયોજન અને તેના તૈયારી રૂપે ભૂમિપૂજન ની અદ્ભુત શરૂઆત

Shree Samast Parajiya Soni Gyati Bhavnagar · 18 Nov 2026

'શ્રી દેવી ભાગવત મહાપુરાણ' કથા ના આયોજન અને તેના તૈયારી રૂપે ભૂમિપૂજન ની અદ્ભુત શરૂઆત બદલ સમસ્ત પરજીયા સોની સમાજ ના પરિવારો ને શ્રી કાપડી યોગેશ બાપુ તથા સર્વે કમિટી મેમ્બર તરફથી હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન 💐

​સમગ્ર સર્વ પરજીયા પટ્ટણી સોની, પરજીયા ગિરનારા સોની તથા પરજીયા કચ્છી સોની (ત્રણ પાંખ) ને એક તાંતણે બાંધીને, પૂર્વજોની તૃપ્તિ, આવનારી પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાન જીવનના સંકટોમાંથી મુક્તિ મેળવવા માટેનો આ એક અત્યંત પ્રભાવશાળી માઁ ના ચરણ માં પ્રાર્થના 🙏

​🌸 જગતજનની માં આદ્યાશક્તિની કૃપાથી... સર્વ સમાજ માટે પવિત્ર આહ્વાન! 🌸

🙏 ​શ્રીમદ દેવી ભગવત મહાપુરાણ કથા "માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પણ આપણા પૂર્વજોની મુક્તિ અને આવનારી પેઢીના ભવિષ્યને સુધારવાનો દિવ્ય મહાયજ્ઞ!" 🙏

​સૌ સ્વજન ધર્મ પ્રેમી જ્ઞાતિ ના વડિલો, માતાઓ, ભાઈઓ, બહેનોને અત્યંત હર્ષ અને ગર્વ સાથે જણાવવાનું કે, આપણી સમસ્ત પરજીયા સોની ત્રણ પાંખની જ્ઞાતિ ના સહિયારા અને ભગીરથ પ્રયાસોથી આગામી
ડિસેમ્બર માસ માં દિવ્ય
'શ્રી દેવી ભાગવત મહાપુરાણ કથા' તથા ત્રી દિવસય મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ.

જેનું શુભ ભૂમિપૂજન અત્યારે વિધિવત સંપન્ન થઈ ચૂક્યું છે.

​🔥 શા માટે આ કથામાં જોડાવું અનિવાર્ય છે... ?
(એક ગંભીર અને હૃદયસ્પર્શી વિચાર)
​આપણે સૌ આપણા રોજબરોજના ધંધા-રોજગાર અને સંસારિક દોડધામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણી પાછળ કેટલીય અદ્રશ્ય જવાબદારીઓ બાકી છે.

​તે જવાબદારી માં સર્વ પ્રથમ આપણા સૌના પૂર્વજોની તૃપ્તિ અને ઋણમુક્તિ:
શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો (પિતૃગણ) કઈ સ્થિતિમાં છે... ?
તેમની અધૂરી ઈચ્છાઓ કે તકલીફોની સીધી અસર આપણા જીવન અને પરિવાર પર પડે છે.
દેવી ભાગવતનું આશ્રય જ પૂર્વજોની આત્માને પરમ શાંતિ અને મુક્તિ અપાવી શકે છે.

બીજું આપણી ફરજ માં એ પણ આવે છે કે આપણી આવતી પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય:
જો આજે આપણે આપણા સંસ્કારો અને મૂળ સાથે નહીં જોડાએ, તો આપણી આવનારી પેઢી અસંસ્કારી અને ભટકતી થઈ જશે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કુળદેવી અને માં જગદંબાના આશીર્વાદ અનિવાર્ય છે.

જીવનની તમામ અડચણોનો અંત: આપણા ઘરમાં ચાલતી અશાંતિ, આર્થિક તકલીફો, સ્વાસ્થ્યની સમસ્યાઓ અને ન ધારેલા વિઘ્નો પાછળ ક્યાંક ને ક્યાંક આપણી આધ્યાત્મિક ઉદાસીનતા જવાબદાર છે.
માઁ ના ચરણોમાં હાજરી આપવાથી મોટામાં મોટા સંકટો પણ ટળી જાય છે.

​🤝 આપ સૌને હાર્દિક અને આગ્રહભર્યું આહ્વાન:
​આ કોઈ એક વ્યક્તિ કે પરિવારનું અનુષ્ઠાન નથી, આ સમસ્ત સર્વ સમાજ અને આપણી ત્રણ પાંખની જ્ઞાતિનું ગૌરવપૂર્ણ કાર્ય છે. જો આપણે આજે આપણા સમાજ અને ધર્મ માટે ભેગા નહીં થઈએ, તો ક્યારે થઈશું.. ?

​"પરજ તણો પરતાપ, વંશ અખંડિત વીરનો;
સૂરજ-ચંદ્ર સમાન, રહે તેજ પટણી તણું!"
​
​"રણ છોડી ભાગે નહીં, પણ ધરમ માટે દે પ્રાણ;
એવા પરજીયા સોની, રાખે કુળની શાન!"

​(ભાવાર્થ: જેઓ ક્યારેય રણભૂમિ છોડીને ભાગતા નથી પરંતુ ધર્મ અને કર્તવ્ય માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે, તેવા પરજીયા ક્ષત્રિય વંશના વીરો પોતાના કુળની મર્યાદા અને સૂર્ય-ચંદ્ર જેવા ઉજ્જવળ ઇતિહાસને હંમેશાં જીવંત રાખે છે.)

​જે લોકો હજુ પણ આમાં ઉદાસીન છે કે વિચાર કરે છે, તેમને નમ્ર અપીલ છે કે — આ અવસરને હાથથી જવા ન દેશો. તમારા પરિવાર સાથે આ મહાપુરાણ કથામાં પધારો, પૂર્વજોના આશીર્વાદ લો અને તમારા કુટુંબનું ભાવિ સુરક્ષિત કરો.

​📅 ઐતિહાસિક તારીખ: માગસર સુદ બીજ થી માગસર સુદ નવમી વિ.સં. ૨૦૮૩
૧૦ ડિસેમ્બર થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૬

📍 સ્થળ: માઁ હિંગળાજ ધામ
શ્રી હિંગળાજ માતા મંદિર
ગામ - નેસડી, પાલીતાણા

​આવો, આપણે સૌ સાથે મળીને આ દિવ્ય મહાયજ્ઞમાં આહુતિ આપીએ અને માઁ જગદંબાના ચરણોમાં આપણા જીવનને ધન્ય બનાવીએ.

​જય માતાજી! 🙏 જય જ્ઞાતિ મૈયા ! 🙏

More Institute News